સુરેન્દ્રનગર વિકાસલક્ષી મુદ્દાઓ... વિભાગ-3

3.નવઘણભાઈ (મારગ સંસ્થા)
- 'મારગ' દ્વારા 4 જિલ્લાના 350 જિલ્લામાં કામ થયું છે. બાળ અધિકાર, અમદાવાદમાં ફરતું દવાખાનું, મહિલા સંગઠનોનું ફેડરેશન વગેરે જેવાં કાર્યો હાથ ધરવામાં આવે છે.  
- 500 ગ્રામીણ બહેનોનું એક ફેડરેશન બનાવવામાં આવ્યું છે. આ બહેનો પોતાનાં સ્વભંડોળમાંથી આંતરિક ધિરાણ કરે છે તેમ જ બેંકમાં પણ બચત જમા કરે છે. તેમાં ખાસ કરીને પશુપાલન કરતી માલધારી બહેનો તેમ જ છૂરી
-ચપ્પાનો વ્યવસાય કરતી મુસ્લિમ બહેનો ઉપરાંત કેટલીક આહિર બહેનો પણ જોડાયેલી છે. 
-સ્થાનિક 120 ગામોમાં બાળકોની બાળ પંચાયત રચવામાં આવી છે. આ પંચાયતોની નિયમિત ચૂંટણી થાય છે. પંચાયતની ઉપર તાલુકા પરિષદ રચવામાં આવી છે. તેની દર ત્રણ મહિને મિટિંગ થાય છે. આ પંચાયતો દ્વારા માહિતી અધિકાર અને શિક્ષણના અધિકાર અંગે ઘણાં કામો થયાં છે. ચોટીલા તાલુકાનાં 37 ગામોનાં બાળકોનું પ્રતિનિધિત્વ કરતા 7 ફેડરેશન છે. 
-'પાંચાળ વિકાસ મંડળ' હેઠળ વંચિત સમાજના અધિકારો બાબતે કામ કરવામાં આવે છે. તેમાં નરેગા અને અન્ન સુરક્ષા અંગે જનસુનાવણી યોજવામાં આવી છે.