કચ્છ વિસ્તારમાંથી ઊજાગર કરવા જેવા વિકાસલક્ષી મુદ્દાઓ

કથાબીજ :  ભુજ શહેરની ઝુંપડપટ્ટીમાં ત્રણ સંસ્થાઓ દ્વારા નગરપાલિકા સાથે સંકલન અને લોકભાગીદારીથી મકાન બાંધકામ. તેની પ્રક્રિયા.  હીજડા કમ્યુનિટીને કેન્દ્રમાં રાખીને તેમના પ્રશ્નો, પરિસ્થિતિ વગેરે સમજવાં.  માંડવી ગામમાં હિજડા ભાડે ગાડી ચલાવવાનો વ્યવસાય કરે છે.  માંડવી વિવેકાનંદ ગ્રામોદ્યોગ સોસાયટી - કેસસ્ટડી. ઉદ્યોગ સાહસિકતાનું ઉદાહરણ.  મઠમાં અને મઠ બહાર રહેતા હીજડાઓની વાત.  ખમીર સંસ્થા સાથે જોડાયેલા શ્રી વઝીરભાઈની કેસસ્ટડી .  અંજાર, ગાંધીધામ અને રાપર તાલુકામાં પંચાયતોનું સંગઠન. – હેતુ, પ્રક્રિયા, પરિણામો, ફાયદા, ઉદાહરણો.(રોજગાર ગેરંટી યોજના માટે અંજાર તાલુકાના સરકારી તથા ગ્રામ્ય સ્તરના અધિકારીઓ વગેરે ૩૫૦ લોકો સાથે વર્કશોપ, રાશનકાર્ડ અઠવાડિયામાં એક જ વાર બની શકે, તેને બદલે રોજ આ કાર્યવાહી થઇ શકે તે માટે કલેકટરને રજૂઆત અને આ બાબતનો અમલ શરૂ, ગામસભાઓમાં થતા ઠરાવોનો અમલ ન થતો હોવાના વિરોધમાં અંજાર તાલુકાની ૬૦ ગ્રામસભાઓનો બહિષ્કાર, રાપર સંગઠને પણ ઘણા પ્રશ્નો ઉકેલી આપ્યા છે. લોકોને વિશ્વાસ છે. ખેડૂત સંગઠન પણ બન્યું છે. જે ઉદ્યોગો સામે લડત આપે છે. આ સંગઠનને પંચાયત સંગઠન મદદ કરે છે. )  નેર – અમરાપર પંચાયતે ગામ વિકાસ ફંડનો સદુપયોગ કર્યો.  ૨૫૦૦ લોકો સાથે થયેલી નાગરિકતા વિશેની તાલીમની વાત. પ્રક્રિયા, વિષયવસ્તુ, આવરી લીધેલાં બહેનોની સંખ્યા, પરિણામ. ઉદાહરણ – યોગ્ય ઉમેદવારો ફરી ચૂંટાયા, સામાન્ય સીટમાં મહિલાઓ આવી, ત્રણ ગામમાં આખી પંચાયત બહેનોની.  નખત્રાણા તાલુકાના મોરઝર ગામનાં કમળાબહેન ગઢવીની કેસસ્ટડી.  કચ્છ અને પ્રવાસન.  સારી અને નરસી અસરો. છારી- જેવાં સ્થળોએ વિદેશી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો. કાર રેલીની ખરાબ અસર.  કચ્છની સંસ્કૃતિને અસર.  બન્ની માલધારી સંગઠન.  ડેરીને લીધે આવકમાં વધારો. તેને લીધે ગાયોની સંખ્યામાં પણ વધારો.  માલધારીઓ પાછા પોતાના પરંપરાગત વ્યવસાય તરફ પાછા વળે છે. તે ગૌણ કે બીજા નંબરના વ્યવસાયમાંથી મુખ્ય વ્યવસાય બની રહ્યો છે.  માંડવી તાલુકાનાં ગાંધીગ્રામ ગામમાં લોકશક્તિ ડેમ.  માંડવી તાલુકાનાં મંજલ ગામમાં વોટરશેડનું કામ.  રીવર્સ માઈગ્રેશનનો મુદ્દો.  વી. આર. ટી. આઈ.નું ખાણદાણ કેન્દ્ર.  અબડાસા અને લખપત તાલુકામાં છોકરીઓના વીસ શિક્ષણ કેન્દ્રો. (એડોલ્સન્ટ ગર્લ્સ લર્નીગ સેન્ટર.)  માંડવી તાલુકાના શિરવા ગામમાં બહારથી કામ કરવા આવતા આદિવાસીઓના બાળકો માટે શિક્ષણ કેન્દ્રો.  અબડાસા તાલુકામાં માલધારીઓની ઉત્પાદક મંડળી બનાવી છે. સ્થાનિક પ્રશાસનની મદદથી.