આચાર્યએ સહાનુભૂતિ ન દાખવી,ને બનીગયો સેવાનો જીવન મંત્ર

પોતાનાથી વધારે તકલીફવાળા લોકોને જોઇને બળ મળે છે : પ્રવીણ વાઘેલા 
- ઉત્કંઠા ધોળકીયા 
'સ્વામી વિવેકાનંદ યુવક મંડળ' ના પ્રમુખ, 'વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ' માં મહામંત્રી હૉસ્પિટલના સેવાભાવી ગ્રુપમાં સક્રિય સદસ્ય, વાંઝા જ્ઞાતિ મંડળના મહામંત્રી, આ પરિચય છે જામનર જિલ્લાના જામખંભાળિયાના પ્રવીણ લાલજી વાઘેલાનો. 20 વર્ષથી વિકલાંગતાનાં ક્ષેત્રમાં કામ કરનારા પ્રવીણ વાઘેલાને પોતાને પણ પગની તકલીફ છે. પણ મજબૂત મનોબળ અને અતૂટ-અખૂટ આત્મવિશ્વાસ તેમના બે પગની જગ્યા સંભાળી લે છે. જીવનમાં સતત સંઘર્ષ કર્યો છે, પણ એ સંઘર્ષે તેમને તોડી નાખવાને બદલે વધારે મજબૂત બનાવ્યા છે તેવું પ્રવીણ વાઘેલા કહે છે. તેમની દસમા ધોરણની બૉર્ડની પરીક્ષાનો સમય હજીયેયાદ છે. પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં તેમનો નંબર શાળામાં પ્રથમ માળે આવેલો. આચાર્યને મળીને તેમણે પોતાની જગ્યા નીચેના વર્ગમાં આપવાની રજૂઆત કરી. આચાર્યએ સંમતિ પણ આપી. પરીક્ષાના પહેલા જ દિવસે પેપર શરૂ થવાના થોડા સમય પહેલાં જ તેઓ પોતાના ભાઈ સાથે શાળાએ પહોંચ્યા. આચાર્યને મળ્યા ત્યારે આચાર્યએ પોતાની જુબાની બદલી જડ વલણ અપનાવીને પ્રવીણ વાઘેલાને કહી દીધું કે, જગ્યા નહીં બદલાય. પરીક્ષા તો તેમણે આપી દીધી. ત્યારબાદ તેઓ આખા જામખંભાળિયામાં ફર્યા અને શારીરિક તકલીફવાળી વ્યક્તિઓની યાદી બનાવી. નાનકડું મંડળ શરૂ કર્યું. દર વર્ષે બૉર્ડની પરીક્ષા સમયે દરેક શાળાને પત્ર મોકલાવે કે તમારી શાળામાં આ વર્ષે કોઈ વિકલાંગ વિદ્યાર્થી છે? તેને યોગ્ય સગવડ આપશો. તે જ રીતે સામે પક્ષે જે વિકલાંગ વિદ્યાર્થી હોય તેને પણ મળે, સમજાવે જેના પરિણામે વિકલાંગોને હવે ઘણી સરળતા ઊભી થઇ છે. લોકો પણ તે બાબતે જાગૃત બન્યા છે તેવું પ્રવીણ વાઘેલાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. ચાર વર્ષ પહેલાં તેમણે ' ની સ્થાપના કરી. જે જામનગર જિલ્લાના જામખંભાળિયા, જામકલ્યાણપુર, લાલપુર, ભાણવડ અને જામજોધપુર એમ પાંચ તાલુકાને આવરીને અંદાજે 300 ગામોમાં તેમનું ટ્રષ્ટ 'વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ' કાર્યરત છે. જેની સ્થાપનાને હવે પાંચેક વર્ષ થવા આવ્યા છે. આ ટ્રસ્ટ થકી તેઓ જનજાગૃતિના કાર્યક્રમો, વ્યવસાયિક તાલીમ, રોજગારલક્ષી સેવાઓ, કારકિર્દી, વૈવાહિક જીવન જેવા મુદ્દાઓ માટે સલાહ-સૂચન તથા પરામર્શન, કાર્યકર્તાઓને વિવિધ તાલીમો અપાવવી, સહાયક સાધનો તથા ઉપકરણો મેળવવા માટે સંકલન તથા જોડાણ કરી આપવું, પ્રમાણપત્રો તથા યોજનાઓના લાભ મેળવવા માટે સહયોગ, વિકલાંગતાની આકારણી અને પ્રમાણપત્રીકરણ માટે શિબિરોનું આયોજન, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે વાચકો કે લહિયા પૂરા પાડવા જેવી અનેક કામગીરી કરવામાં આવે છે. વર્ષ 2009માં પ્રવીણ વાઘેલા રાજ્યભરમાં વિકલાંગો માટે કામ કરતી સંસ્થા 'હેન્ડિકેપ ઇન્ટરનેશનલ'ના સંપર્કમાં આવ્યા. તે સંસ્થાના માધ્યમથી મોટું ફલક ઊભું થતાં કામગીરી બહોળી બની. તેમની કામગીરી દરમિયાન મેળવેલી સિદ્ધિ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિના પ્રશ્ને ખંભાળિયા તાલુકા પંચાયત તથા વિકલાંગતાના પ્રમાણપત્રના પ્રશ્ને ખંભાળિયા સિવિલ હૉસ્પિટલ સામે માંડવા નાખીને વિરોધ દર્શાવી સફળતા મેળવી હતી." વિકલાંગોને રોજીરોટી, સ્વમાન, લાગણી, સહાનુભૂતિ આપે તેવા જ લક્ષ્ય સાથે કામ કરતાં પોતાનાં ટ્રસ્ટનો પરિચય આપતાં તેઓ ઉમેરે છે કે, " આ તો જેહાદ છે વિકલાંગોને જે સહેવું પડે છે તેના માટે બાકી વસ્તુઓ આપનારા તો ઘણા મળી રહેશે." જામખંભાળિયાની લાયન્સ ક્લબ દ્વારા અપાતું તેજસ્વી, વિશિષ્ટ વ્યક્તિ માટેનું પારિતોષિક પ્રવીણભાઈને મળ્યું છે. તેઓ વિકલાંગતા સિવાય અન્ય સેવાકિય ક્ષેત્રોમાં પણ કામ કરે છે. જેમ કે, 35 વાર તો તેઓ રક્તદાન કરી ચૂક્યા છે. વિકલાંગો માટે રોજી અને તે માટે લોનને અગત્યનો મુદ્દો જણાવતા પ્રવીણ વાઘેલા કહે છે કે, 'હેન્ડિકેપ ઇન્ટરનેશનલ' જેવી સંસ્થા આ ક્ષેત્રમાં સહયોગ આપી શકે. જેમ કે, વિકલાંગ કાર્યકર્તાને નિમણૂ૱ક આપવા માટે સમસંવેદનાથી બીજી વિકલાંગતા ધરાવતી વ્યક્તિને સમજાવી શકાય. તેમને આવક પણ મળે અને માન પણ. તેઓ વિકલાંગતા ધરાવતા લોકોને સમાજમાં માનભેર જીવતા શીખવવા માટે હંમેશા કટિબદ્ધ થઇને પોતાની કામગીરીને ધગસ સાથે આગળ ધપાવી રહ્યા છે.