પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ 2012

વિષયઃ ગુજરાતના જુદા જુદા ચાવીરૂપ વિકાસલક્ષી મુદ્દાઓ અને નોંધપાત્ર પ્રયાસો ફેલોશિપના હેતુઓ:
(a) પત્રકારત્વના વિદ્યાર્થીઓની જુદા જુદા વિકાસલક્ષી મુદ્દાઓ અંગે પ્રાથમિક સમજ વિકસે. (b) પત્રકારત્વના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સંવેદનશીલતા દાખવીને વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રયાસો વિશે આલેખન કરતા થાય. (c) ગુજરાતના જુદા જુદા વિકાસલક્ષી મુદ્દાઓ અંગે અસરકારક દસ્તાવેજીકરણ ઊભું થાય.  
કોણ અરજી કરી શકે? ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી કે કૉલેજના પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. 
ફેલોશિપની રકમઃ વિદ્યાર્થી દીઠ રૂ. 12,000  
ફેલોશિપનો સમયગાળોઃ મે - જૂન, 2012  
ફેલોશિપની પ્રક્રિયાઃ 1. અરજી કરનાર વિદ્યાર્થીએ 'ચરખા'ના સરનામે નીચે મુજબની વિગતો મોકલવાની રહેશે: (a) બાયોડેટા (સંપર્ક નંબર સહિત) અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ (b) પોતાના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ કે સંયોજકનો સંમતિપત્ર 2. અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ માર્ચ 2012 દરમ્યાન 'ચરખા' કાર્યાલયમાં યોજવામાં આવશે. વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂના સમય અંગે ફોનથી જાણ કરવામાં આવશે. 3. ઇન્ટરવ્યૂના આધારે કુલ ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. ફેલોશિપ માટે પસંદ થયેલા ચાર વિદ્યાર્થીઓનાં નામ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. 4. પસંદ થનાર ચાર વિદ્યાર્થીઓએ પોતાના વિષય અનુસાર વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, જુદાજુદા વિસ્તારો, વિષય-નિષ્ણાતો અને અન્ય વ્યક્તિઓની મુલાકાત લઈને એક અભ્યાસ-અહેવાલ તૈયાર કરવાનો રહેશે. અભ્યાસ-અહેવાલ તૈયાર કરવા માટે વિદ્યાર્થી જુદા જુદા જિલ્લાનાં વિવિધ ગામો/વિસ્તારોની મુલાકાત લે, ત્યાં રાતવાસો કરે અને આ મુદ્દા વિશે તલસ્પર્શી અભ્યાસ કરે એ આવશ્યક છે. વિદ્યાર્થીએ વિવિધ પુસ્તકો, સંશોધન-અહેવાલો, વેબસાઈટ અને અન્ય સંદર્ભ-સામગ્રીનો પણ અભ્યાસ કરવાનો રહેશે. આ અભ્યાસ-અહેવાલ ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પણ તૈયાર કરી શકાશે. 5. ફેલોશિપ માટે પસંદ થનાર વિદ્યાર્થીને અભ્યાસ-અહેવાલ તૈયાર કરવા માટે 'ચરખા' દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવશે.