'આ પત્ર તમને મળશે ત્યારે હું સ્વર્ગમાં અપ્સરાઓ સાથે હોઈશ'

Source: Bhaskar News, Vadodara | Last Updated 7:00 AM [IST](05/01/2012)

કારગીલના શહીદોના પત્ર વાંચી વિદ્યાર્થીઓ ભાવુક બન્યા સૈનિકોના સન્માન માટે વર્ષોથી કાર્યરત હીરાલાલ યાદવે સોશિયલ વર્કના વિદ્યાર્થીઓને શહીદો અંગે વાકેફ કર્યા કારગીલના શહીદે તેના પરિવારને લખેલા પત્રમાં ઉપર મુજબનું લખાણ લખ્યું છે આ પત્રનું વાંચન વિદ્યાર્થીઓ સમક્ષ કરાતાં તેમની આંખો પણ ભીની થઈ ગઇ હતી. સરહદ પર રાત દિવસ ઉભા રહી દેશની રક્ષા કરનાર જવાનો વિશે અનેક ફિલ્મો બને છે. લોકો ત્રણ કલાક સહાનુભૂતિ બતાવી નાસ્તા - પાણીની જયાફત કરી ઘરે જતા રહે છે. પણ અભિનય કરનાર અભિનેતાઓ શાબાશી લઇ જાય છે. પણ ખરેખર દેશની સેવા કરતા શહીદોને કોઇ યાદ રાખતું નથી. યુવાનોમાં દેશ સેવાની ભાવના કેળવાય તે હેતુથી દેશની યુનિવર્સિટીઅને કોલેજોમાં જઇ આ શહીદો અને તેમના પરિવારની સત્ય હકીકત યુવાનો સુધી પહોંચાડનાર સમાજ સેવક હીરાલાલ યાદવએ બુધવારે મ.સ.યુનિની ફેકલ્ટી ઓફ સોશીયલવર્કના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. કારગીલ યુદ્ધ બાદ સાયકલ યાત્રા પર નીકળેલ અને આ યુદ્ધ પછી સરહદ પર સેવા ન આપી શકનાર પણ દેશ માટે કંઇ કરવાની ખેવના રાખનાર મુંબઇના હિરાલાલ યાદવે દેશ માટે યુવાનોને તૈયાર કરાવનું બિડું ઝડપ્યું છે. યુવાનોમાં દેશસેવાની ભાવના જગાવવા તેઓ કોલેજોમાં ફરે છે.બુધવારે તેમણે સોશીયલવર્ક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. તેમણે કારગીલ અને મુંબઇ બ્લાસ્ટના શહીદોના પરિવારજનોની સ્થિતિ અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે શું તમને ભારતીય ક્રિકેટરોના નામ ખબર છે? ત્યારે તમામને તમામના નામ ખબર હતા. પછી તેમણે પૂછ્યુ કે બોલીવુડના ટોપ સ્ટાર્સના નામ કહો ત્યારે પણ બધાએ જવાબ આપ્યો. પણ જ્યારે તેમણે ભારતના પાંચ એવા લોકો જેમને પરમવિર ચક્ર મળ્યા હોય તેમના નામ પૂછયા તો માંડ બે નામ બહાર આવ્યા. ત્યારે તેમણે ખેદ સાથે કહ્યું કે, ટેલીવીજન પર પ્રસારીત થતી બાલીકાવધુ સિરિયલની આનંદીને ગોળી લાગવાની હતી ત્યારે અઠવાડીયા સુધી લોકોમાં એ વાતની ચર્ચા હતી. પણ જે લોકો સરહદ પર ગોળી ઝીલે છે એમના માટે ચાર લીટી લખી કે બોલી લોકો તેમને ભૂલી જાય છે. આપણા બંધારણના વડા ગણાતા રાષ્ટ્રપતિ હોય કે પછી આપણા સાંસદો અને દેશના કહેવાતા ઠેકેદારો એટલે રાજકારણીઓના બાળકો લશ્કરમાં જોડાતા નથી એ આપણું દુભૉગ્ય છે. ઇઝરાઇલની જેમ લશ્કરની તાલીમ ફરજીયાત થઇ જવી જોઇએ. ૧૯૭૧ના યુદ્ધમાં પાકીસ્તાનએ બંદી કરેલા ૫૪ જેટલાં ભારતીય સૈનિકોની આઝાદી માટે પણ તેઓ પ્રચાર કરે છે.તેમણે વિદ્યાર્થીઓને કારગીલ અને મુંબઇ બ્લાસ્ટના શહીદોના પરિવાર સાથે વાત કરાવતા વિદ્યાર્થીઓ રડી પડ્યાં હતા. અને ખૂબ જ ભાવનાત્મક વાતાવરણ સર્જાઇ ગયું હતું. ઉપરાંત તેમણે કારગીલના શહીદ થયેલ કેપ્ટન મનોજ પાંડા અને કેપ્ટન વિજયન થાપરના અંતિમ પત્રો વાંચ્યા હતા. જે સાંભળી ઉપસ્થિતોની આંખો ભરાઇ ગઈ હતી. હું ફરી વાર ભારતમાં જન્મ લઇ દેશ સેવામાં જોડાવા માગુ છું કેપ્ટન વિજયન થાપરને શહિદી પૂર્વે પોતાના પરિવારને પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, આ પત્ર જ્યારે તમને મળશે ત્યારે હું સ્વર્ગમાંથી તમને જોતો હોઇશ. હવે મને કોઇ અફસોસ નથી. મારી ઇચ્છા છે કે હું ફરી મનુષ્ય જન્મ પામું અને ભારતમાં જ ફરી દેશ સેવામાં જોડાઇ જાઉ. કેપ્ટન વિજયન થાપરનું આ પત્ર સાંભળતા જ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રડી પડ્યાં હતા.