કુદરતી અને માનવસર્જિત આફતો સામે પૂર્વતૈયારીની સ્થિતિ

રૂપલબહેન-રાજેન્દ્રભાઇ દેસાઇ
કચ્છના ધરતીકંપને 26 જાન્યુઆરી-2012ના રોજ 11 વર્ષ પૂરાં થશે. તે નિમિત્તે આફત સામે આપણી પૂર્વતૈયારી શું છે એ વિચાર આવે. ડીઝાસ્ટર ઉપર કામ કરતી સંસ્થા એન.સી.જી.ડી.પી. દ્વારા ચરખા-મિટિંગ હૉલમાં 24 જાન્યુઆરીના રોજ એક પત્રકાર પરિષદ યોજાઇ હતી.'એનસીપીડીપી' સંસ્થા દ્વારા યોજાતી કડિયા તાલીમોની અસરો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. શું હાલમાં ગુજરાતમાં થઇ રહેલાં બાંધકામો ભૂકંપપ્રુફ છે? ઍન્જિનિઅરના પ્લાન પ્રમાણે જ સ્થાનિક કૉન્ટ્રાક્ટરો અને કડિયાઓ ધરતીકંપ તેમ જ વાવાઝોડા સામે ટકી રહે તેવાં બાંધકામ કરી રહ્યા છે? હમણાં જ સિક્કિમમાં સ્થાનિક કૉન્ટ્રાક્ટરોએ બાંધેલાં બહુમાળી મકાનો ઓછા રિક્ટર સ્કેલના ધરતીકંપમાં પણ તૂટી પડે એવાં જોખમી છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ જુદી નથી. સિક્કીમમાં સપ્ટેમ્બર 2011ના ભૂકંપે દર્શાવ્યું છે કે, સ્થાનિક કોન્ટ્રાક્ટરોએ એન્જિનીયરોના કોઇ પણ જાતના સલાહ-સૂચનોને બાંધેલા આર.સી.સી.નાં બહુમાળી મકાનો નાના એવા ભૂકંપમાં સહેજ પણ ટકી શકતા નથી. ગુજરાતમાં પરિસ્થિતિ આવી જ છે. નાના શહેરોમાં આજ રીતે ઘણાં મકાનોનું ભૂકંપ પ્રતિરોધક બનાવવા માટે એન્જિનીયરની સલાહ વગર જ બાંધકામ થાય છે. પાડોશના પ્લોટમાં ચાલતા ઊંડા ખોદકામના કારણે બાજુમાં ઊભેલા જે મકાનો પડી જાય છે. એનું શં? થોડાક વર્ષો પહેલા અમદાવાદનાં કાળુપુર વિસ્તારમાં શાકુંત હોટેલ તેમ જ 14 ડીસેમ્બર 2011નાં રોજ સુરતમાં બીજું એક મકાન આ કારણે જ ધરાશાયી થયું હતું. શું આ એવું નથી દર્શાવતા કે મકાન તેમ જ લોકોની સુરક્ષીતતા સાચવવા માટેની સાચી બાંધકામ પદ્ધતિનો સરેઆમ ઉલ્લંઘન થાય છે? શું એવું ફલિત નથી થતું કે એન્જિનીયર જેમની આવી ભુલો ન થાય એ જોવાની સંપૂર્ણ જવાબદારી હોય છે. એ જ બાંધકામની ખોટી પદ્ધતિ તરફ આંખ મીચામણા કરે છે.