લેખન કૌશલ્ય કાર્ય શિબિર

'ચરખા'દ્વારા દર મહિને એક વખત કોઇપણ સંસ્થાના વિકાસ કર્મીઓને લેખન કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે. વર્ષ દરમિયાન એક વખત 'ચરખા' પોતે આયોજન કરી આ તાલીમ વિકાસ કર્મીઓને પુરી પાડે છે. આ તાલીમ 13-14 ઑક્ટોબર-2011ના રોઅમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ કેમ્પસમાં આવેલા બીએસસી સેન્ટર ખાતે યોજાઇ હતી. ગુજરાતભરમાંથી 10 સંસ્થાના 15 બહેનો અને 9 ભાઇઓ મળી કુલ 24 વિકાસકર્મીઓને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ સૌ તાલીમાર્થીઓએ પોતાના ક્ષેત્રમાં થઇ રહેલા વિવિધ અનુભવોને લેખિત સ્વરૂપમાં કે કેસ સ્ટડીના સ્વરૂપમાં લખવાની ખાતરી આપી હતી.