આઠમી વાચન-વર્તુળ

તારીખ:જાન્યુઆરી 7, 2012-શનિવાર સમય:બપોરે 3:00થી સાંજે 5:00 સ્થળ:'ચરખા' મિટિંગ રૂમ કોન્સેપ્ટ: રાજેન્દ્રભાઇ અને રૂપલબહેને બ્રાઝિલમાં વર્ષ 1982 અને ત્યાર પછી કરેલા પ્રવાસ દરમિયાન કરેલા અનુભવોનું શેરિંગ અને તેમણે કરેલી ફોટોગ્રાફીનો સ્લાઇડ શો દર્શાવ્યો હતો. સ્લાઇડ શો ને કેન્દ્રમાં રાખતાં પુસ્તકો ઉપર ચર્ચા કરવાનું ટાળ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ સફળદાયક નિવડ્યો. તમામ સહભાગીઓએ વખાણ કર્યા હતા. આગામી દિવસોમાં આવો બીજો સ્લાઇડ શો યોજવાની સૌએ ચર્ચા કરી હતી. નોંધ: અત્યાર સુધીમાં વાચનવર્તુળ દર મહિનાના પ્રથમ શનિવારે યોજવામાં આવતું હતું. જોકે,તમામ વાચકોને પ્રથમ શનિવાર પ્રતિકૂળ જણાતો હોવાથી આગામી ફેબ્રુઆરી મહિનાથી બીજા શનિવારે વાચનવર્તુળ યોજવાનું નક્કિ કરવામાં આવ્યું હતું.