આપને આ વેબસાઈટ કેવી લાગી? આપનાં સૂચનો આ સરનામે જરૂર મોકલાવવા વિનંતીઃ charkhaguj@gmail.com
સમાચાર
1) વિકલાંગ યુવક-યુવતી વેવિશાળ પસંદગી મેળો 'લોકસેવા ટ્રસ્ટ-અમદાવાદ' અને વિશ્વવાત્સલ્ય ટ્રસ્ટના ઉપક્રમે 26 ફેબ્રુઆરી રવિવારે અમદવાદ ખાતે વિકલાંગ યુવક-યુવતી વેવિશાળ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અંધજન મંડળના પટાંગણમાં યોજાનારા આ મેળામાં 'દીકરી મારા કૂળનો દિપક' અંતર્ગત સંતાનમાં માત્ર એક દીકરી ધરાવતા હોય તેવા દંપતિને પણ સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કર્મશીલ ગગજીભાઇ સુતરીયા તથા ઉદ્ ઘાટક તરીકે કાંતિભાઇ ગઢિયા ઉપસ્થિત રહેશે. 'અંધજન મંડળ-અમદાવાદ'નો આ કાર્યક્રમમાં સહયોગ રહેશે. 2) 'સેવા'ની વીમોસેવા દેશમાં પ્રથમ શ્રમજીવી બહેનો માટે કામની સુરક્ષા સાથે સામાજિક સુરક્ષા જળવાઇ રહે તે હેતુ સાથે 'સેવા' સંસ્થા દ્વારા વિવિધ વીમા સુરક્ષાનું કવચ પુરું પાડવામાં આવે છે. લાર્સન એન્ડ ટુબ્રો કંપની સાથે માઇક્રો ઇન્સ્યોરન્સના પ્રથમ એજન્ટ તરીકે 'સેવા' એ જોડાણ કરી શ્રમજીવી બહેનોને કામની અસલામતિ, આરોગ્યના પ્રશ્નો, કુદરતી અને માનવસર્જીત આફતો વગેરે સામે સુરક્ષા આપતી વીમોસેવા શરૂ કરી છે. જે આજે દેશમાં અગ્રેસર સ્થાન સુધી પહોંચી ચૂકી છે.
0 ટીપ્પણી:
ટિપ્પણી પોસ્ટ કરો