'ચરખા'ની વાચનવર્તુળ પ્રવૃત્તિ વિશે ટુંકી નોંધ

'ચરખા' દ્વારા છેલ્લાં પંદરેક વર્ષથી વિકાસકર્મીઓની લેખન-ક્ષમતા વિકસાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. તેમાં ઘણા અંશે સફળતા પણ મળી છે. લેખ-શિબિરોના અનુભવો ઉપરથી 'ચરખા'ને વિકાસકર્મીઓમાં વાચનની ટેવ વિકસાવવાની અને કામના ભારણ વચ્ચે પણ નિયમિત વાચનની ટેવ વિકસે તે દરેક વિકાસકર્મી માટે ઉપયોગી નીવડે. પુસ્તક-વાચનમાંથી ગમતાં લખાણો વિશે કોઇકની સાથે ચર્ચા કરવાની પણ મજા છે. પુસ્તક વિશેની સામૂહિક ચર્ચાથી નવું અને વધુ વાંચવાનું બળ પણ મળે. એટલે જ 'ચરખા'એ થોડા વર્ષો પહેલાં વાચન-વર્તુળ શરૂ કર્યું. તેમાં થાય પુસ્તકો વિશેની ચર્ચા અને ગમતાનો ગુલાલ. વર્તુળ કેમ ? વર્તુળ બધાને આવરી લે, કોઇપણ પ્રકારના ભેદભાવ વગર. વર્તુળ વિસ્તરે. વર્તુળ એટલે બધાનો સ્વીકાર. વાચનવર્તુળના હેતુઓ 1. ગુજરાતમાં પુસ્તક-વાચન પ્રત્યે લોકોની રૂચિ વધે, વાચનનો વ્યાપક પ્રસાર થાય, વાચન અને વિચારની સંસ્કૃતિ વિકસે 2. માહિતી અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે 3. પ્રેમ,સમજણ અને આનંદ વધે 'ચરખા'એ છેલ્લા પાંચેક વર્ષ દરમ્યાન અમદાવાદમાં વાચન-વર્તુળની પાંચેક બેઠકો યોજી.અગાઉ કર્છ-ભૂજમાં પણ 'ચરખા'ના નેજા હેઠળ ઉત્કંઠા ધોળકિયાએ વાચનવર્તુળની એકાદ બેઠક યોજી છે. હવે લાંબા વિરામ પછી ફરી વાર એપ્રિલ,2011થી વાચન-વર્તુળ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2011ની પ્રથમ બેઠક 'વિશ્વ પુસ્તક દિવસ'ની પૂર્વસંધ્યાએ તા.22 એપ્રિલ,2011ના રોજ અમદાવાદમાં યોજાઇ. કાર્યક્રમની રૂપરેખાઃ 1. અનૌપચારિક વાતચિત અને વાચન 2. સ્વપરિચય 3. વાચનવર્તુળનો હેતુ અને અત્યારસુધીની પ્રવવૃત્તિ 4. વાંચેલા ત્રણ પુસ્તકોની વાત અને ચર્ચા 5. પુસ્તકોની દુનિયા અને વાચન વિશે ગોઠડી 6. વાચન-વર્તુળની હવે પછીની બેઠકનું આયોજન 7. સૂચનો-પ્રતિભાવો અને સમાપન