કચ્છનો પારકરા સમુદાય આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત

- મમતા પટેલ
વર્ષ 2001માં આવેલા ભૂકંપે કચ્છની આસપાસના વિસ્તારોમાં ખૂબ તારાજી સર્જી હતી. ભૂકંપ પછી ઘણા વિસ્તારોને સુવિધા પૂરી પાડવામાં આવી, પરંતુ રાપર તાલુકાના આડેસર ગામથી દસ કિલોમીટરના અંતરે આવેલું પારકરા વાંઢ ગામ જે મેરંગા વાંઢ તરીકે પણ ઓળખાય છે. ત્યાંના લોકો હજુ પણ સુખસુવિધાથી વંચિત છે. આઝાદી પૂર્વે કુદરતી આફતને કારણે પાકિસ્તાનના સિંધ પ્રાંથમાંથી પારકરા કોળી સમુદાયના લોકોએ કચ્છમાં સ્થળાંતર કર્યું હતું. આજે પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્યાંના લોકો હાડમારીભર્યું જીવન જીવી રહ્યા છે. ખેતી માટે વરસાદ ઉપર આધીન પારકરા સમાજ જંગલમાં લાકડાં વીણવાનું કામ, મધ ઉતારવાનું કામ કરે છે. બાળકો માટે શાળા નથી તથા આરોગ્ય કેન્દ્ર ગામથી 20 કિલોમીટર દૂર આવેલું છે.