માછીમારોના મનની વ્યથા

ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો આવેલો છે તથા ત્યાંના માછીમારોના શ્રમબળના લીધે મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ આવે છે. લાખો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપનાર આ માછીમારો ખૂબ હાડમારીભર્યું જીવન જીવી રહ્યા છે. ગરીબી, શોષણ, ઓછી આવક, શિક્ષણના અભાવે તેમનામાં નેતૃત્વ વિકસ્યુ નથી. ખૂબ સાહસ માગી લેતા માછીમારોના વ્યવસાયના જોખમ માટે ત્વરિત પગલાં લેવાય તે જરૂરી છે.