એક વીઘામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન લેતા એશિયા ખંડના એકમાત્ર ખેડૂત

સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી ખેડૂત કુટુંબને પુત્ર ખેતીનો વ્યવસાય કરવાને બદલે શહેરમાં જઈ નોકરી કરવાનું વિચારે. અમીરગઢ તાલુકાના રામપુરાવડલા ગામના ઇસ્માઈલભાઈ શેરૂની વાત કંઈક જુદી છે.

તેઓ બી.કોમ. સુધી ભણ્યા પછીથી નોકરી કરવાને બદલે ખેતીમાં વૈવિધ્યપૂર્ણ પદ્ધતિઓ અપનાવવાનું શરૂ કર્યું. સોફિલમ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમને બટાકા, પપૈયાની ખેતીમાં સારી આવક મેળવી. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા એક વીઘામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન મેળવતા એ એકમાત્ર ખેડૂત છે.