તાપીમાં ઠલવાતા પ્રદૂષણ સામે સ્વયંસેવકોની ઝુંબેશ

(જુદા જુદા સમાચારોમાંથી સંકલન)
શહેરની વિખ્યાત તાપી નદીમાં ઠલવાતા પ્રદૂષણ સામે ડિવાઇન ઇન્ડિયા યુથ એસોસિએશન દ્વારા પર્યાવરણ બચાવો ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે એસોસિએશનના સૌથી વધુ સભ્યો નાવડી ઓવારા અને સરદાર બ્રિજ પર ઊભા રહી તાપીમાં કચરો ફેંકતા લોકોને અટકાવી તેમને પાણીના પ્રદૂષણ અંગે જાગૃત કરી રહ્યા છે.

આ વિશે એસોસિએશનના એક કાર્યકરે જણાવ્યું કે, નદીકિનારે અથવા બ્રિજ ઉપરથી ઘણા લોકો કચરો ફેંકે છે. આ ઉપરાંત, ધાર્મિક વિધિ પછી બચેલી વસ્તુઓ પણ નદીમાં નાખતા હોય છે, જેથી નદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે અને પ્રજાજનોને પ્રદૂષિત પાણી પીવાનો વારો આવે છે. આમ ન થાય તે માટે 100થી વધુ કાર્યકરો અને સ્વયંસેવકો નાવડી ઓવારા અને સરદાર બ્રિજ ઉપર ઊભા રહે છે અને જે લોકો કચરો નાખે છે તેમને અટકાવી સાચી સમજ આપે છે. આ કાર્યકરો સમજ આપે છે કે 'તાપી નદીને જો આપણે માતા કહીએ તો પછી તેને પ્રદૂષિત કેમ કરાય?'

આ ઉપરાંત એસોસિએશન દ્વારા તાપીમાં રસાયણયુક્ત પ્રવાહી ન જાય, ઢોરઢાંકર ન પ્રવેશે, મળમૂત્ર નદીમાં ન છોડાય, ધાર્મિક વિધિમાં વપરાતી સામગ્રી નદીમાં ન ઠલવાય વગેરે બાબતો પણ ધ્યાનમાં લઇ કાર્યવાહી કરાય છે. ગણપતિ મહોત્સવ દરમિયાન પ્લાસ્ટ ઑફ પેરિસની મૂર્તિઓને બદલે માટીની મૂર્તિને દરિયામાં વિસર્જન કરાય તેવી સમજ લાકોને અપાઇ રહી છે.

2 ટીપ્પણી:

ghanshyam કહ્યું...

આપનો લેખ વાચિવ્યો ,ખુબ સરસ પ્રદુષણ વિશે લખ્યું છે.

ghanshyam કહ્યું...

આપનો લેખ વાચિવ્યો ,ખુબ સરસ પ્રદુષણ વિશે લખ્યું છે.