યાત્રા....વાચનની

વાંચવાની વાત આવે એટલે ઘણા મિત્રો તરત નાક ચડાવે : ભઈ, લાંબુંલાંબું વાંચવાની વાત તો કરજો જ નહીં. કોણ વાંચે લાંબુંલાંબું? અંહં..

પણ હવે આ કારણ,ખરેખર તો કારણ નહિ પણ બહાનું,છીનવાઈ ગયું છે.એ બહાનું છીનવનારાં પુસ્તકની સંખ્યા કેટલી છે જાણો છો? પૂરાં ચાર !! આ દરેક પુસ્તક એક અલગઅલગ ભાગ છે. એ દરેક પુસ્તક્ની ખસિયત એ છે કે ગમે તે ભાગને ગમે તે પાનાંથી ખોલો, વાંચવાની મજા બમણી થશે એ ગેરંટી.. છે ને વિશિષ્ટ પુસ્તક? એટલે કે પુસ્તકો.

આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીની મહેનતે પુસ્તકપ્રેમીઓને જલસા કરાવી દીધા છે. દુનિયાભરના અને હા,આપણા ઘરઆંગણાંના પણ સાહિત્યકારોની કલમ અહીં માણવા મળે છે.અહીં કવિતા પણ છે,ટૂંકી વાર્તા પણ છે,અહીં સુવાક્યો પંણ છે.. તો ઓળખાણ પડી આ પુસ્તકની??

આ પુસ્તકો એટલે ખરેખર ખજાનો છે સાહિત્યનો....વિચારો દોસ્તો.. ક્યારેય ખૂટે નહીં એવી યાત્રા..તે પણ ઘેરબેઠાં.તો તૈયાર છો ને અરધી સદીની વાચનયાત્રા માટે?