આદિવાસી યુવાનો દ્વારા સંચાલિત અનોખો રેડિયો કાર્યક્રમ

આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ(ભારત)નાં મદદ અને માર્ગદર્શનથી ઑલ ઇન્ડિયા રેડિયોના વડોદરા અને સુરત એફએમ રેડિયો સ્ટેશન ઉપરથી પ્રસારિત થતો આ કાર્યક્રમ ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં લોકપ્રિય થઈ રહ્યો છે.

'કાય તુમાન ખબર હાય?'(શું તમને ખબર છે?) નામથી વસાવા બોલીમાં પ્રસારિત થતા આ કાર્યક્રમની સ્ક્રીપ્ટ લખવાનું કામ, વૉઈસ ઓવર, ગીત આલેખન, રિપોર્ટિંગ વગેરે મળીને સમગ્ર સંચાલન આદિવાસી યુવક-યુવતિઓ દ્વારા જ થઈ રહ્યું છે. 'ચરખા' દ્વારા આ રેડિયો ટીમને આલેખન અને કાર્યક્રમ સંચાલનની તાલીમ આપવામાં આવી રહી છે.

વધુ માહિતી માટે સંપર્ક:
ધ્રિતી ભટ્ટાચાર્ય, આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ(ભારત), અમદાવાદ. ફોનઃ 27540421, 66312451
અથવા ચરખા