વરસાદી પાણીનાં સંગ્રહનું નોંધપાત્ર કામ

શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પીવાનાં પાણીની તંગી નિવારવા માટે જળસંગ્રહ સિવાય હવે આરો નથી. અમદાવાદની છ સોસાયટીઓના રહીશોએ મકાનની છત ઉપર પડતાં વરસાદી પાણીનો વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ કરીને એક પ્રેરણાદાયી દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.

અમદાવાદમાં અંતરિક્ષ એપાર્ટમેન્ટ-પાંજરાપોળ ચાર રસ્તા, બીજલ એપાર્ટમેન્ટ-એએમએની સામે, કળશ એપાર્ટમેન્ટ, શ્રેયસ એપાર્ટમેન્ટ અને બીમાનગર-સેટેલાઈટમાં સફળ પ્રયોગો થયા છે. વધુ માહિતી માટે સંપર્કઃ અમીબહેન માંકડ-પ્રવાહ, ફોનઃ 26762590, pravah@gmail.com અથવા ચરખા.