બે પત્રકારોની ફૅલો-પત્રકાર તરીકે પસંદગી

'કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ' (સીએસપીસી) અને 'ચરખા'ના સંયુક્ત ઉપક્રમે દરિયાકિનારાની ખારાશની સમસ્યા તથા તેના ઉકેલ માટે થઈ રહેલા પ્રયાસો અંગે વ્યાપક જનસમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી એક મિડિયા ફૅલોશિપ શરૂ કરવામાં આવી છે. ફૅલોશિપ અંતર્ગત પત્રકારોની ફૅલો-પત્રકાર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ બંને પત્રકાર મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોની મુલાકાત લઈને પોતાનાં મુખ્ય પ્રવાહનાં અખબારોમાં ખારાશ નિવારણના પ્રયાસો અંગે હકારાત્મક વિકાસલક્ષી આલેખન કરશે.