ચાઈલ્ડ ફોન હેલ્પલાઈન-1098 વિશે જાણીએ

'ચાઈલ્ડલાઈન'એ મહિલા અને બાળ વિકાસ અધિકારિતા મંત્રાલય, ભારત સરકારનો પ્રકલ્પ છે. ચાઈલ્ડલાઈન એ 24 કલાકની, 365 દિવસની બાળકો માટેની મફત ફોન સેવા છે. તે મુશ્કેલીમાં મૂકાયેલા, જરૂરિયાતમંદ, અનાથ અને નિરાધાર બાળકો માટેની હેલ્પલાઈન છે. 'ચાઈલ્ડલાઈન' દ્વારા જરૂરિયાતમંદ બાળકોને આશ્રય, તબીબી, પુનર્વસન અને અભ્યાસ માટેની મદદ પૂરી પાડવામાં આવે છે.


કોઈ બાળક કામના સ્થળે માલિક દ્વારા શોષણનો ભોગ બન્યું હોય તેને માલિકના શોષણમાંથી છોડાવવામાં 'ચાઈલ્ડલાઈન' મદદરૂપ થાય છે. 'ચાઈલ્ડલાઈન' ભારત દેશમાં 83 જેટલાં વિવિધ શહેરોમાં કાર્યરત છે. 'ચાઈલ્ડલાઈન' મહિલા અને બાળ અધિકારિતા મંત્રાલય, ભારત સરકારનો પ્રકલ્પ હોવાથી 'ચાઈલ્ડલાઈન'ને 1098નો હેલ્પ લાઈન નંબર આપવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં વડોદરા અને અમદાવાદ શહેરમાં 'ચાઈલ્ડલાઈન' ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 'ચાઈલ્ડલાઈન'-કોલેબ અમદાવાદ સ્ટડી એક્શન ગ્રુપ (અસાગ) સંસ્થા દ્વારા અને 'ચાઈલ્ડલાઈન'-નોડેલ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સહયોગથી જાન્યુઆરી 2001થી કાર્યરત છે.

નિરૂપાબહેન શાહ

સીટી કો-ઑર્ડિનેટર
ચાઈલ્ડલાઈન, નોડેલ

માયાબહેન ત્રિપાઠી
પ્રોજેક્ટ કો-ઑર્ડિનેટર
ચાઈલ્ડલાઈન, કોલેબ