ભીખ માંગતાં બાળકોનું શિક્ષણમાં પુનર્વસન

ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 ઉપર એક દિવસે એક વ્યક્તિનો ફોન આવ્યો. સાબરમતી વિસ્તારમાં 3 બાળકો ભીખ માંગે છે અને તેઓ નિરાધાર હોય એવું લાગે છે એમ તે વ્યક્તિએ જણાવ્યું. ચાઈલ્ડ લાઈનના કાર્યકર્તા સ્થળ ઉપર જઈને એ બાળકોને ચાઈલ્ડ લાઈનના કાર્યાલયમાં લઈ આવ્યા.

સુનિલ, વિશાલ અને રાકેશ નામનાં આ બાળકોમાંથી સુનિલ અને વિશાલ એ બંને ભાઈઓ છે અને રાકેશ તેમનો મિત્ર છે. બંને ભાઈઓની માતા તેમની સાથે નથી અને પિતા છૂટક કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. પિતા પાસે રહેવાનું મકાન પણ નથી. આ પરિસ્થિતિમાં ચાઈલ્ડ લાઈનના કાર્યકરે પિતાને સમજાવીને તથા બાળકો સાથે વાતચીત કરીને તેમને શિક્ષણ સાથે જોડવાનો નિર્ણય લીધો. બાળકો માટે જરૂરી સાધનસામગ્રીની સહાય મેળવીને તેમને મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાના કારોડા ખાતે આવેલી આશ્રમ શાળામાં ભણવા માટે મૂકવામાં આવ્યા. હાલમાં આ ત્રણે બાળકો આશ્રમશાળાના માહોલમાં ગોઠવાઈ ગયાં છે. સુનિલ ચોથા ધોરણમાં, વિશાલ ત્રીજા ધોરણમાં અને રાકેશ બીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે.

વધુ માહિતી માટે સંપર્કઃ
નિરૂપા શાહ (મોબાઈલઃ 9374412362), સિટી કો-ઑર્ડિનેટર, ચાઈલ્ડ લાઈન, અમદાવાદ.