સ્વૈચ્છિક સંસ્થાઓને માધ્યમ સહયોગ


ચરખા દ્વારા જુદાજુદા વિકાસલક્ષી મુદ્દાઓ અંગે સ્વૈચ્છિક સંસ્થાઓને વ્યક્તિગત રીતે પૂરો પાડવામાં આવતો માધ્યમ સહયોગ


સ્થાનિક પ્રશ્નો અંગે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના મુદ્દા આધારિત કાર્યક્રમો વિશેની જાણકારી અખબારના માધ્યમથી વ્યાપક લોકો સુધી પહોંચે તે માટે સંસ્થાઓને ચરખા દ્વારા માધ્યમ સહયોગ પૂરો પાડવામાં આવે છે.

છેલ્લાં 13 વર્ષમાં 100થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓને તેમના જુદાજુદા 200 કાર્યક્રમો માટે માધ્યમ સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. તેમાં મુખ્યત્વે સજીવ ખેતી, પાણી, શિક્ષણ, ભૂકંપ પછીનું પુનર્વસન, બાળ અધિકારો, વ્યવસાયિક આરોગ્ય, દલિત, પંચાયતી રાજ, મહિલાઓને લગતા મુદ્દાઓ, વિકલાંગતા, જમીન અધિકારો, માહિતીનો અધિકાર, રોજગાર બાંયધરી અધિનિયમ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

માધ્યમ સહયોગ અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જે-તે મુદ્દાને સમૂહમાધ્યમ દ્વારા વાચા આપવા માટે સહયોગ આપવામાં આવે છે. સહયોગ અંતર્ગત કાર્યક્રમ અંગે અખબારી નોંધ (પ્રેસનોટ) અને વિષયને લગતા લેખો તૈયાર કરી ગુજરાતનાં જુદાંજુદાં અખબારોમાં મોકલાવી તેનું પ્રકાશન કરાવવામાં આવે છે. કેટલાક કાર્યક્રમોની વ્યાપક જનસમાજ ઉપર હકારાત્મક અસર પણ ઉભી કરી શકાઈ છે.

કાર્યક્રમો અંતર્ગત આવરી લેવામાં આવેલા કેટલાક વિષયો/મુદ્દાઓની યાદી:

1. દલિતોના અધિકારો અને સમસ્યાઓ
2. કુદરતી આફતો બાદ રાહતકાર્ય અને પુનર્વસન
3. ખેતી/સજીવ ખેતી (બીટી કપાસની અસરો, કુદરતી ખાતર, પિયત સહકારી મંડળી વગેરે)
4. આરોગ્ય/વ્યવસાયિક આરોગ્ય
5. શિક્ષણ (પ્રારંભિક શિક્ષણ, ફરજિયાત શિક્ષણ વગેરે)
6. બાળ અધિકારો
7. બાળ મજૂરી
8. પંચાયતી રાજ (શહેરી સ્વશાસન, ગ્રામીણ સ્વશાસન, મહિલા સરપંચોની સરાહનીય કામગીરી)
9. પાણી (પીવાનાં પાણીની સમસ્યા, કુદરતી સંસાધનોનાં જતન માટેના પ્રયાસો)
10. મહિલા (નેતૃત્વ, સમસ્યા, સ્ત્રી અને હિંસા, મહિલા અને જમીન માલિકી, એકલનારીની વ્યથા વગેરે)
11. પર્યાવરણ અને પ્રદૂષણ
12. અસંગઠિત મજૂરવર્ગના અધિકારો અને સમસ્યાઓ
13. આદિવાસીઓના અધિકારો અને સમસ્યાઓ
14. વિકલાંગતા અને વિકાસ
15. કોમી એખલાસના પ્રયાસો
16. આત્મહત્યાના વધી રહેલા બનાવો રોકવા થઈ રહેલા પ્રયાસો
17. માહિતીનો અધિકાર કાયદો-2005
18. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી અધિનિયમ-2005
19. વંચિતોના જમીન અધિકારો
20. વૈશ્વિકીકરણની અસરો
21. અન્ન સુરક્ષા
22. પુસ્તક વિમોચન અને પુરસ્કાર એનાયત કાર્યક્રમો