એક વીઘામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન લેતા એશિયા ખંડના એકમાત્ર ખેડૂત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રામપુરાવડલા ગામમાં રહેતા ખેડૂત ઇસ્માઈલભાઈ શેરુ સમગ્ર એશિયામાં એક વીઘામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન લેતા એકમાત્ર ખેડૂત છે.

તેમની પાસે 150 વીઘા જમીન છે અને પિયત માટે 4 બોર છે. તેઓ વર્ષ 2006થી ટપક પદ્ધતિથી સિંચાઈ કરે છે. તેમની એક વીઘા જમીનમાંથી 85 મણ કપાસનો ઉતાર લે છે. ‘ઇન્ટરનેશનલ વૉટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ’ (ઇવ્મી)-પાલનપુરના સંપર્કમાં આવ્યા પછી તેમણે વર્ષ 2007માં 10 એકરમાં પપૈયાના 20 હજાર છોડ વાવ્યા છે. એક છોડે તેના જીવન દરમ્યાન 80 કિલોનો ઉતાર આપે છે. એ સિવાય બટાકા, એરંડા જેવા બીજા પાકો પણ તેઓ લે છે. ટપક પદ્ધતિથી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરીને મબલખ પાક લણતા ઇસ્માઈલભાઈની મુલાકાત લઈને આલેખન કરવા જેવું છે.

વધુ માહિતી માટે સંપર્કઃ
અલ્પા દવે,
‘ઇન્ટરનેશનલ વૉટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ’, પાલનપુર
મોબાઈલઃ 9898463665, 02742-255609