મેશ્વો ડેમ કેનાલનો લાભ ગાજણ ગામને આપવા માટે રજૂઆત

સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામમાં ગાજણ ગામ પાસેથી મેશ્વો ડેમની કેનાલ પસાર થાય છે, પરંતુ તેનો લાભ ગાજણ ગામને મળતો નથી.

જો આ કેનાલનું પાણી ગાજણ ગામને મળે તો ગામની 5થી 6 હજાર એકર જમીનને પિયત મળે. પરિણામે સ્થાનિક વંચિત કુટુંબો માટે જીવનનિર્વાહનો એક મોટો આધાર ઊભો થાય. આ અંગે સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનો ક્ષત્રિય એકતા મંચના જવાનસિંહ શિવસિંહ પરમારે સરકારના વિવિધ વિભાગોમાં રજૂઆતો કરી છે.
વધુ માહિતી માટે સંપર્કઃ
જવાનસિંહ શિવસિંહ પરમાર, ક્ષત્રિય એકતા મંચ
મોબાઈલઃ 99797488901, 9427480969