વૃક્ષારોપણ કરો, કાર્બન ઘટાડો અને કરોડો રૂપિયા કમાઓ

- અજય રામી, ગાંધીનગર

પૈસા કમાવવા કંપનીઓ કે મોટાં જૂથો પાસે અનેક ઉપાયો હોય છે. તેમાં કાર્બન ક્રેડિટથી મળતા કરોડો રૂપિયાનો પણ ઉમેરો થયો છે.

ફક્ત કંપનીઓ જ નહીં, જો સરકાર દ્વારા સ્થાનિક સ્તરે મોટાં જૂથોને પ્લાન્ટેશન, સૌરઊર્જા અને બાયોગેસ પ્લાન્ટ માટે પ્રોત્સાહન આપવામાં આવે અને તેઓ એવું સાબિત કરી શકે કે વાતાવરણમાંથી પ્રદૂષણ ઓછું કરી શક્યા છે કે કાર્બન ઘટાડી શક્યા છે તો અમેરિકા અને યુરોપની મોટી કંપનીઓ લાખો-કરોડો રૂપિયા આપીને તેમને પાસેથી તે કાર્બન ક્રેડિટ ખરીદી શકે છે. ગુજરાતની એક કંપનીને વર્ષે 10 કરોડ રૂપિયા ફક્ત આ ક્રેડિટના બદલામાં મળે છે.

આ ધોરણ ફક્ત કંપનીઓને જ નહીં, કાર્બન ઘટાડવા માટે સફળ પરિણામ લાવનારાં કોઈ પણ જૂથને લાગુ પડે છે. ગાઈડ લાઈન્સ મુજબ કોઈ જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ જૂથ અથવા કોઈ અન્ય જૂથ કોઈ વિશાળ જગ્યામાં મોટા પાયે પ્લાન્ટેશન કરીને સાબિત કરી શકે કે તેમના પ્રયાસોને કારણે કાર્બનમાં ઘટાડો કરી શકાયો છે. જો તેને યુએનએફસીસીસી-થર્ડ પાર્ટી એસેસમેન્ટ થકી પ્રમાણિત કરવામાં આવે કે તેમના પ્રોજેક્ટથી આટલી કાર્બન ક્રેડિટ મળે છે તો તેના વેચાણથી મબલક રૂપિયા મળી શકે છે.

સૌરઊર્જા અને બાયોગેસ પ્લાન્ટ થકી પણ કાર્બન ક્રેડિટ મેળવી શકાય છે. આ માટે સૌરઊર્જાના ક્ષેત્રે કામ કરતી મંડળીઓ અને બાયોગેસ પ્લાન્ટ ચલાવતાં જૂથોને જો સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે તો પ્રદૂષણ ઘટવા સાથે રોજગારી અને પૈસા પણ મળી શકે છે. પર્યાવરણ ઇજનેર મહેશ પંડ્યાના મતે સરકાર આવાં જૂથોને દસ્તાવેજીકરણ અને થર્ડપાર્ટી એસેસમેન્ટ માટે મદદ કરી ઝુંબેશના સ્વરૂપમાં લે તો વિશાળ પાયે વૃક્ષારોપણ કરીને તે બદલ પણ કાર્બન ક્રેડિટ મેળવી શકાય છે.

ગુજરાતમાં હાલ 18 જેટલી કંપનીઓ પર્યાવરણને ફાયદો કરાવવા સાથે કરોડો રૂપિયા કમાઈ રહી છે. બીજી લગભગ 75 જેટલી કંપનીઓએ આ ક્ષેત્રમાં કરેલી કામગીરીની હાલમાં સમીક્ષા કરાઈ રહી છે.

કાર્બન ક્રેડિટ શું છે?

ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં થયેલા વધારાના કારણે ગ્રીનહાઉસ ગેસ પર પ્રતિબંધ મૂકવાની આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ ઉઠી. જેના ભાગ રૂપે ક્યોટો પ્રોટોકોલ મુજબ જે કંપની તેના ઇંધણ કે મશીનરીમાં ફેરફાર કરીને નિયત કરતાં ઓછા પ્રમાણમાં કાર્બનના વાયુ ઘટાડ્યા હોવાનું સાબિત કરે અને તેને નક્કી કરાયેલી થર્ડ પાર્ટી દ્વારા પ્રમાણિત કરાય તો તેને કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. દાખલા તરીકે, કોલસાના ઉપયોગથી પ્રદૂષણ વધુ થાય છે તો જે-તે કંપની ગેસ વાપરીને કાર્બન ઘટાડી શકે છે.

(દિવ્ય ભાસ્કર દૈનિક, અમદાવાદ)

1 ટીપ્પણી:

Chandrakant કહ્યું...

hello! this is CHANDRAKANT L PATEL writing to you from VERAVAL
SOMNATH. I was just impressed by reading plant more tree, decrease
pollution and earn money,as we as a NGO at veraval work with social
foresty department to plant trees in blocks in large numbers. we have
completed one project last year with 1500 trees,named as a SRI SRI
PARK. This year we take another project named as SWARNIM GUJARAT
AHINSA VAN of 650 trees .
i would like our projects to be assesed for this carbon credit.
kindly help me how to and whom to contact to get our projects as
carbon credit.
waiting for reply,
chandraknt l patel
9925031726