યુવતીઓ અને ગૃહિણીઓને સ્વરક્ષણની તાલીમ આપીને સક્ષમ બનાવવાનો પ્રયાસ

ભાવનગર શહેરમાં બાળ અધિકાર અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ‘શૈશવ’ દ્વારા અનેક નોંધપાત્ર પ્રવૃત્તિઓ થઈ રહી છે.

નેતૃત્વ, બાળમજૂરી નાબુદી જેવા અનેક મુદ્દાઓ અંગે સરાહનીય કાર્ય કરનાર આ સંસ્થાના સંચાલક દંપતી પારૂલબહેન-ફાલ્ગુનભાઈ શેઠ દ્વારા યુવતીઓ અને ગૃહિણીઓને એક અલગ પ્રકારની ખાસ તાલીમ આપવામાં આવે છે. ગુજરાતમાં મહિલાઓ સાથે ક્યાંક ને ક્યાંક છેડતી, અત્યાચાર, હિંસા અને બળાત્કારના કિસ્સાઓ બનતા હોય છે. આ પ્રકારની સ્થિતિમાં કેવી રીતે વર્તવું અને નીડરતાથી પરિસ્થિતિનો સામનો કરવો તે અંગેની ખૂબ ઉપયોગી તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત, સામાજિક લિંગભેદ સમાનતાની સમજ પણ કેળવવામાં આવે છે. આ તાલીમ મેળવીને અનેક મહિલાઓ આત્મવિશ્વાસસભર બની છે.

વધુ માહિતી માટે સંપર્કઃ
પારૂલબહેન-ફાલ્ગુનભાઈ શેઠ, ‘શૈશવ’, ભાવનગર.
મોબાઈલઃ 9825209679

1 ટીપ્પણી:

utkantha કહ્યું...

very good effort.