અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી બાળમજૂરોની મુક્તિ

બાળમજૂરી નાબુદી અંગે ગુજરાત સરકારે રાજ્યનો ઍક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 2010 સુધીમાં બાળમજૂરી નાબુદ કરવી એવો ગોલ્ડન ગોલ નક્કી કરવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત વારંવાર અલગ-અલગ વિસ્તારોમાંથી બાળમજૂરોને મુક્ત કરાવીને શિક્ષણ સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

તા. 29-8-2008ના રોજ સેટેલાઈટ વિસ્તારમાંથી કુલ 12 બાળકોને મુક્ત કરવામાં આવ્યાં છે. શ્રમ ભવન-અમદાવાદ, ચાઈલ્ડ લાઈન તથા સેટેલાઈટ પોલીસની મદદથી ચાની કીટલી, ગેરેજ, રેસ્ટોરાઁ અને બાંધકામ જેવા વ્યવસાયોમાંથી આ બાળકો મુક્ત થયાં છે. મુક્ત થયેલાં બાળકોમાંથી 9 બાળકો રાજસ્થાનનાં, 2 બાળકો ગુજરાતનાં તથા 1 બાળક તામિલનાડુનું છે. 10થી 13 વર્ષની ઉંમરનાં આ બાળકોને અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા છે. ત્યાંથી તેમને યોગ્ય રીતે તેમના માતા-પિતાને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ માહિતી માટે સંપર્કઃ
નિરૂપા શાહ (મોબાઈલઃ 9374412362), સિટી કો-ઑર્ડિનેટર, ચાઈલ્ડ લાઈન, અમદાવાદ.

1 ટીપ્પણી:

= રજની અગ્રાવત - ગાંધીધામ (કચ્છ) કહ્યું...

બેશક ગુજરાત સરકારનો અભિગમ અને ચરખા એ સકારાત્મક બાબતોને સમાજ સમક્ષ પ્રસ્તુત કરે છે એ સરાહનિય છે જ.

પરંતુ એક વિચાર એ આવે કે આવા દુષણો (પરિસ્થિતિ નહી)ને નિવારવા માટે એકશન પ્લાન ઘડવા સાથે એની જડ સુધી પહોંચવાનું કે જે તે પરિસ્થિતિનું નિર્માણ શાને કારણે થયુ એ પણ વિચારાય છે? કદાચ વિચારાયુ હશે તો મારા ધ્યાનમાં નથી આવ્યુ. મારા હિસાબે બાળમજુરી માટે બે કારણો મુખ્યો હોવા જોઇએ.

1 - એ બાળકોના માતાપિતાને ભણતરના ખર્ચના નડતર કરતા, એમની આવક પરની લાલચ વધુ કામ કરતી હશે.(શિક્ષણ તો નિ:શુલ્ક મળી રહે છે ને?)

2 - બાળકો પાસે મજુરી કરાવનાર ઘર કે દુકાન, કિટલી વગેરેને ચુકવવુ પડતુ વેતન સસ્તુ પડે છે, આઈ મીન શોષણ.

પહેલા નં નો ઓપ્શન ખરો? બીજા નં માં તો જે તે માલિક/માલિકણ ને "દાટી" આપીને બંધ કરાવી શકાય.