ભારતના 77 કરોડ લોકો પાસે શૌચાલય નથી ગુજરાતમાં સેનિટેશનના મુદ્દે નોંધપાત્ર કામ કરતું નાસા ફાઉન્ડેશન

70 ટકા ભારતીયોનું સ્વપ્ન શું હશે? મોબાઈલ? કમ્પ્યુટર? ગાડી? બંગલો? ના..., સૌથી પહેલાં તો એક શૌચાલય. ‘વૉટર ઍઈડ’ સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતના 77.24 કરોડ લોકો પાસે શૌચાલય નથી.

આ બાબતમાં ભારતે ચીનને પાછળ પાડી દીધું છે. માણસ જાતે પોતાના મનની શાંતિ માટે ઈશ્વરની આરાધના કરવાં મંદિરો સ્થાપ્યાં અને છેલ્લાં 50 વર્ષોમાં તો મંદિરોની સંખ્યા વધતી જ ગઈ. તેમાં કરોડ રૂપિયા ખર્ચાયા પણ શરીરની શાંતિ માટે જરૂરી ટોયલેટ માટે કરોડો રૂપિયા ક્યારે ખર્ચાશે? અમદાવાદ સ્થિત ‘નેશનલ સેનિટેશન એન્ડ એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ફાઉન્ડેશન’ (નાસા ફાઉન્ડેશન) આ મુદ્દા અંગે છેલ્લાં 20 વર્ષથી કાર્યરત છે. અત્યારે ગુજરાતનાં લગભગ 93 ઠેકાણે તે કાર્યરત છે. તેમાં 10 ઝૂંપડપટ્ટી વિસ્તારો છે. સંસ્થા પૂરેપૂરી ખોટ ખાઈને સફાઈ સંકુલો ચલાવે છે. સંસ્થા દ્વારા ગુજરાતના તમામ તીર્થધામો, જાહેર હોસ્પિટલો અને જાહેર માર્ગો ઉપર ‘પે એન્ડ યુઝ’ પદ્ધતિથી ટોયલેટ ચલાવવામાં આવે છે. આજ સુધી આ મુદ્દે ઘણું લખાયું નથી.
વધુ માહિતી માટે સંપર્કઃ
સૂર્યકાન્તભાઈ પરીખ
કાર્યપાલક અધ્યક્ષ, નાસા ફાઉન્ડેશન, અમદાવાદ.
ફોનઃ 079-25503996, 25510645