આર્થિક નબળા વિદ્યાર્થીઓને મદદ કરવાનો નોંધપાત્ર પ્રયાસ

ઑગસ્ટ મહિનાનો પહેલો રવિવાર વિશ્વભરમાં ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે. અમદાવાદના ખાડિયા વિસ્તારની જીવકોર વનિતા વિશ્રામ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ આ દિવસ નોખી રીતે ઉજવ્યો.

આજથી 100 વર્ષ પહેલાં ગાંધીજીના હસ્તે શિલારોપણ થયેલી આ શાળાની વિદ્યાર્થિનીઓએ આર્થિક રીતે નબળા વિદ્યાર્થિનીઓની સ્કૂલ ફી, કોમ્પ્યુટર ફી, ગણવેશ અને પુસ્તકો જેવી જરૂરિયાતો પૂરી પાડવા માટે ફાળો ઉઘરાવ્યો હતો. આ રકમ શાળાના વિદ્યાર્થિનીઓએ પોતાનો જન્મ દિવસ ઉજવવાને બદલે ફાળા રૂપે એકઠી કરી હતી.
વિદ્યાર્થિનીઓએ નક્કી કર્યું કે માત્ર ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધવાથી મિત્રતા વધી જવાની નથી, પણ મિત્રને મુશ્કેલીના સમયે મદદરૂપ થવાથી મિત્રતા વધશે.

સૌજન્યઃ ગુજરાત સમાચાર, 6-8-2008