બાળમજૂરી નાબુદીમાં જામનગર જિલ્લાના હૉટલ એસોસિએશનનું નોંધપાત્ર પગલું

ગુજરાતમાં શાળાએ જવાની ઉંમરનાં તમામ બાળકો પ્રારંભિક શિક્ષણ મેળવે એ ખૂબ જરૂરી છે. એ દિશાના એક પગલા રૂપે બાળ મજૂરી નાબુદીની ઝુંબેશ રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વેગવાન બની છે.

રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોની મદદ લઈને ટૂંક સમયમાં વિવિધ કામના સ્થળે બાળમજૂરોની શોધ કરવામાં આવશે અને બાળકોને બાળ મજૂરીએ રાખનાર માલિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર વચ્ચે એક નોંધપાત્ર વાત એ છે કે જામનગર જિલ્લાના હૉટલ એસોસિએશને ઠરાવ કરીને એક પણ હૉટલમાં બાળ મજૂર ન રાખવાનો સરાહનીય નિર્ણય કર્યો છે.

વધુ માહિતી માટે સંપર્કઃ શ્રી આર. એમ. પટેલ, પ્રિન્સિપાલ સેક્રેટરી, શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર.