જમીનવિહોણા ગરીબો માટે આમઆદમી વીમા યોજના

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા 0થી 16 ગુણ ધરાવતા ગ્રામ વિસ્તારના જમીનવિહોણા લોકો માટે આમ આદમી વીમા યોજનાની જાહેરાત થઈ છે.

રોજીરોટી મેળવવા માટે સ્થળાંતર કરતા જમીનવિહોણા લોકો અકસ્માતના સંજોગોમાં નિરાધાર કહી શકાય તેવી સ્થિતિમાં મૂકાઈ જાય છે. આવા સંજોગોમાં તેમને સામાજિક સુરક્ષાના ભાગ રૂપે વ્યક્તિ દીઠ 200 રૂ. સહાય આપવાનું નક્કી કર્યું છે. આ પૈકી રૂ. 100 રાજ્ય સરકાર અને રૂ. 100 કેન્દ્ર સરકાર નિર્મિત થયેલા ફંડમાંથી ચૂકવવામાં આવશે. આ યોજના 2008-2009થી એક વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 18થી 59 વર્ષના ગ્રામીણ જમીનવિહોણા ગરીબી રેખા હેઠળના કુટુંબના વડાને કુદરતી મૃત્યુ ઉપરાંત અકસ્માતના કિસ્સામાં કાયમી વિકલાંગતા કે અંશતઃ કાયમી વિકલાંગતામાં સહાય આપવાનો હેતુ છે. આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીને વળતર ચૂકવવા અંગે દાવા અરજીથી માડીને દાવાની ચૂકવણી સુધીની કાર્યવાહી 'કમિશનર ગ્રામ વિકાસની કચેરી'એ આમ આદમી વીમા યોજનાની શરતોને આધીન કરીને કરવાની રહેશે.

સાભારઃ રખેવાળ દૈનિક-ડીસા, બનાસકાંઠા, તા.25-7-2008