સંશોધનોનું અનોખું મ્યુઝિયમ બનાવતા કરીમભાઈ...

અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના પૂંજાપાદર ગામના કરીમભાઈ બચુભાઈ પઠાણે પોતે કરેલાં સંશોધનોનું એક અનોખું મ્યુઝિયમ બનાવ્યું છે.

તેમાં ખગોળશાસ્ત્ર, કૃષિ, પર્યાવરણ, શરીરવિજ્ઞાન, ધાર્મિક, ઐતિહાસિક, ભૌગોલિક, ઇલેક્ટ્રોનિક્સ, જ્ઞાન-ગમ્મત અને બાયોટેક્નોલૉજી જેવા વિવિધ વિષયોમાં તેમણે કરેલાં ખેડાણનો ખજાનો જોવા મળે છે. તેમનાં અનેક સંશોધનોમાંથી કેટલીક ઝલકઃ - નાનકડી પવનચક્કી દ્વારા મોબાઈલ ચાર્જર બનાવ્યું છે. - નળમાં પાણી ક્યારે આવે તે સતત જોવું ન પડે તે માટે ઑટોમેટિક વૉટર પંપ બનાવ્યો છે. નળમાં પાણી આવે ત્યારે મોટર આપમેળે ચાલુ થઈ જાય છે અને ટાંકી ભરાઈ જાય ત્યારે સેન્સરથી મોટર બંધ થઈ જાય છે. આ શોધને કારણે પાણી, વીજળી, સમય અને માનવશ્રમની બચત થાય છે.
વધુ માહિતી માટે સંપર્કઃ
સૃષ્ટિ, ગુજરાત યુનિવર્સિટી બોયઝ હૉસ્ટેલ કેમ્પસ, યુનિવર્સિટી લાઈબ્રેરી પાસે, નવરંગપુરા, અમદાવાદ.