ખેતમજૂરનો પુત્ર આઈએએસ અધિકારી બન્યો

ગુજરાત સરકારમાં અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ સોલંકી અમદાવાદ પાસેના વારમોર ગામના ખેડૂત ખોડાભાઈના પુત્ર છે.

પ્રવીણભાઈ નાના હતા ત્યારે તેમના ગામથી શાળા 8 કિલોમીટર દૂર હોવા છતાં પણ તેઓ ક્યારેય ગેરહાજર રહ્યા નહોતા. વર્ષ 2002માં યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતમાંથી પાસ થનાર તેઓ એકમાત્ર યુવક હતા અને એ રીતે એ આઈએએસ અધિકારી બન્યા. તેઓ જ્યારે જામખંભાળિયામાં આસિસ્ટન્ટ કલેક્ટર હતા ત્યારે તેમણે જમીન અંગેના 1500થી વધુ કેસોનો નિકાલ કર્યો હતો. પ્રવીણભાઈની સફળતા જોઈને તેમના ગામ વારમોર તથા આજુબાજુનાં ગામોમાં રહેતા યુવાનોમાં વિશ્વાસ જન્મ્યો છે કે ગુજરાતી માધ્યમમાં ભણનાર પણ આઈએએસ બની શકે છે. પ્રવીણભાઈએ પરીક્ષાનાં પેપરો ગુજરાતીમાં લખ્યાં હતાં, પરંતુ ઇન્ટરવ્યૂ અંગ્રેજીમાં આપ્યો હતો.

સૌજન્યઃ ગુજરાત ટાઇમ્સ સાપ્તાહિક, નડિયાદ