ચરખા ચલે

'ચરખા' સાથે સતત સંપર્કમાં રહેતા અને 'ચરખા'ની પ્રવૃત્તિઓથી વાકેફ હોય એવા કેટલાક પત્રકારોને 'ચરખા'ની વિકાસલક્ષી પત્રકારત્વ ક્ષેત્રે ભૂમિકા અંગે આલેખન કરવાની અપીલ કરવામાં આવી. અત્યાર સુધીની 'ચરખા'ની કામગીરી અંગે પત્રકારોના પ્રતિભાવો જાણી શકાય અને 'ચરખા'ને વિકાસ સંચાર માટે ભાવી દિશા મળે એ એનો હેતુ હતો. અમારી અપીલને માન આપીને જે પત્રકાર-મિત્રોએ 'ચરખા'ની ભૂમિકા વિશે આલેખન કર્યું તેમના લેખો આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.  આ પુસ્તકમાં આલેખન કરનારા પત્રકારોએ 'ચરખા'ની મદદથી વિકાસલક્ષી મુદ્દાઓને અનેકવાર તેમનાં માધ્યમોમાં વાચા આપી છે. 'ચરખા' વિશે આ પુસ્તકમાં આલેખન કરનાર તમામ પત્રકારોના અમે ખૂબ ખૂબ આભારી છીએ.

પ્રસ્તુતિઃ ચરખા, પ્રકાશકઃચરખા