આકાશ આંબવું અમારે


વર્ષ 2003-2004 દરમ્યાન પ્રકાશિત આ પુસ્તકના પ્રથમ વિભાગમાં સ્થાનિક સ્તરનાં જુદાંજુદાં 'મહિલા-સંગઠનો' દ્વારા થયેલાં કાર્યો વિશેના 14 લેખો છે. બીજા વિભાગમાં વિકાસ ક્ષેત્રે 'વ્યક્તિગત યોગદાન આપનારાં' સ્થાનિક સ્તરનાં મહિલા આગેવાનો વિશેના 11 લેખો છે. પુસ્તકમાં સમાવિષ્ટ કુલ 25 લેખોમાંથી 10 લેખો મહિલા-કાર્યકરો દ્વારા લખાયેલા છે. છેલ્લા બે લેખો 'ચરખા'ના પ્રતિનિધિઓ દ્વારા લખાયેલા અને અખબારોમાં પ્રકાશિત થયેલા છે. આ લેખોમાંથી વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ ઉજાગર કરવામાં મહિલા-આગેવાનો અને મહિલા-સંગઠનોએ ભજવેલી નોંધપાત્ર ભૂમિકા વિશે જાણકારી મળે છે.
પ્રસ્તુતિઃ ચરખા, પ્રકાશકઃ ઉન્નતિ