સૌરાષ્ટ્ર-કચ્છનાં દૈનિક અખબારોના પત્રકારો માટે ખારાશ નિવારણ અંગે મિડિયા ફૅલોશિપ માટે આમંત્રણ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધી રહેલી ખારાશની સમસ્યા અને તેના નિવારણ માટે થઈ રહેલા જુદા જુદા પ્રયાસોને વાચા મળે એ હેતુથી ‘ચરખા’ અને‘કૉસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ’ (સીએસપીસી) દ્વારા એક મિડિયા ફૅલોશિપ જાહેર કરવામાં આવી છે.

આ ફૅલોશિપ અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છનાં અખબારોના બે પત્રકારોની પસંદગી કરવામાં આવશે. પત્રકારને ઓછામાં ઓછા બે વર્ષનો પત્રકારત્વનો અનુભવ હોવો જોઈએ. પ્રત્યેક પત્રકારને રૂ. 15000 ફૅલોશિપની રકમ રૂપે એનાયત કરવામાં આવશે. આ રકમમાંથી જ ફૅલો-પત્રકારે પ્રવાસ સહિતનો તમામ ખર્ચ કરવાનો રહેશે.

ફૅલોશિપનો સમયગાળોઃ ઑક્ટોબરથી ડિસેમ્બર 2008
ફૅલોશિપ માટે અરજી કરવાની છેલ્લી તારીખઃ સપ્ટેમ્બર 15, 2008

અરજીની સાથે પોતાનો બાયોડેટા અને પાસપોર્ટ સાઈઝનો ફોટો જોડીને ‘ચરખા’ના સરનામે મોકલવાનો રહેશે. વધુ માહિતી માટે ‘ચરખા’નો સંપર્ક કરવો.