માણસાઈના દીવાઓનો ઉજાસ, શબ્દો દ્વારા રેલાય

-કલ્યાણ ડાંગર, 'કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ', રાપર-કચ્છ
'ચરખા' દ્વારા લેખન-કૌશલ્ય તાલીમ લીધા પછી લખવા પ્રત્યેની આળસ દૂર થઈ. સમાજમાં ઘણું સારું કામ થઈ રહ્યું છે, પરંતુ તેના વિશે મુખ્ય ધારામાં કશું જ આવતું નહોતું. હવે વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રયાસો વિશે અખબારોમાં આલેખન થઈ રહ્યું છે.

લખવાથી મારા વિચારો સ્પષ્ટ થયા અને મારો દૃષ્ટિકોણ ખીલવવામાં મદદ મળી. જ્યારે કોઈ ગામ કે મુદ્દા વિશે લખીએ અને તે પ્રકાશિત થાય ત્યારે અનેરો આનંદ થાય છે. થયેલા કામને પાછળ ફરીને જોવાનો એક મોકો મળે છે. કચ્છના મિત્રોએ જિલ્લા સ્તરે વિકાસલક્ષી આલેખનના કાર્યને 'ચરખા'ના માધ્યમથી આગળ લઈ જવાનું વિચાર્યું. આવું થાય એટલે દૂર દૂર ઝગમગી રહેલા માણસાઈના દીવાઓને શબ્દો દ્વારા વાચા મળે છે. મને તો લખવાની ટેવથી શબ્દભંડોળ મળ્યું અને શબ્દપ્રયોગ કરવાની પદ્ધતિઓ પણ શીખવા મળી.