પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે બીજી ચરખા ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ - 2005


ફેલોશિપનો વિષયઃ ડાંગ જિલ્લાની વિકાસલક્ષી સમસ્યાઓ અને વિકાસકૂચ
ફેલોશિપનો હેતુઃ ડાંગ જિલ્લો ગુજરાત અને ભારતનો સૌથી પછાત જિલ્લો ગણાય છે. આદિવાસી વસ્તી ધરાવતા આ જિલ્લા વિશે વ્યાપક જનસમાજને ખૂબ ઓછી જાણકારી છે. ત્યાંનાં સંસ્કૃતિ, પરંપરાઓ અને ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. વિદ્યાર્થીઓ ડાંગ જિલ્લાની આ વિશેષતાઓ, વિકાસલક્ષી પ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલા પ્રયાસો વિશે જાણકારી મેળવીને તેનું દસ્તાવેજીકરણ કરે તે આ ફેલોશિપનો હેતુ છે.
ફેલોશિપનો સમયગાળોઃ ડિસેમ્બર 2005 - જાન્યુઆરી 2006

1. ચાર્મી સોની
પત્રકારત્વ વિભાગ, માસ્ટર ઑફ જર્નાલિઝમ સ્ટડીઝ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
વિષયઃ ડાંગ જિલ્લાની વિકાસલક્ષી સમસ્યાઓ અને વિકાસકૂચ
ચરખા ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ-2005 અંતર્ગત ડાંગ જિલ્લાના વિકાસલક્ષી પ્રશ્નો અને ઉકેલના પ્રયાસો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક આ અભ્યાસ કર્યો છે. તેમણે ડાંગ જિલ્લાનાં જુદાંજુદાં ગામો અને વ્યક્તિઓની મુલાકાત લઈને આ તલસ્પર્શી અભ્યાસને આખરી રૂપ આપ્યું છે.

2. સુષ્મા મહેતા
પત્રકારત્વ વિભાગ, માસ્ટર ઑફ જર્નાલિઝમ સ્ટડીઝ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
વિષયઃ ડાંગનો ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓ
ચરખા ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ-2005 અંતર્ગત ડાંગ જિલ્લાનો ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક આ અભ્યાસ કર્યો છે. તેમણે ડાંગ જિલ્લાનાં જુદાંજુદાં ગામો અને વ્યક્તિઓની મુલાકાત લઈને આ તલસ્પર્શી અભ્યાસને આખરી રૂપ આપ્યું છે. તેમણે ખૂબ પરિશ્રમ કરીને ઉપયોગી અને રસપ્રદ માહિતી એક્ત્ર કરી છે.