પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે પહેલી ચરખા ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ - 2004


ફેલોશિપનો વિષયઃ સ્થળાંતર અને સ્થળાંતરિત સમુદાયો
ફેલોશિપનો હેતુઃ
1. પત્રકારત્વના વિદ્યાર્થીઓ વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓથી વાકેફ થાય.
2. તેઓ ગુજરાતના ચાવીરૂપ વિકાસલક્ષી મદ્દાઓ વિશે સંવેદનશીલતા કેળવી મુખ્યપ્રવાહનાં માધ્યમોમાં તેને ઉજાગર કરે.
ફેલોશિપનો સમયગાળોઃ નવેમ્બર-ડિસેમ્બર 2004


1. પ્રજ્ઞા બાલસરા
પત્રકારત્વ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
વિષયઃ રોજગારીની શોધમાં બારીયા ખેતમજૂરો
'ચરખા-ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ 2004' માટે પસંદગી પામ્યા પછી તેમણે દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી રાજકોટ અને જામનગર જિલ્લામાં સ્થળાંતર કરીને આવતા બારિયા ખેતમજૂરો વિશેનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તેમણે ખેતમજૂર કુટુંબોની રૂબરૂ મુલાકાત લઈને અને અસંગઠિત મજૂર વર્ગ વિશેના અભ્યાસુઓ પાસેથી માહિતી મેળવીને આ અભ્યાસ તૈયાર કર્યો છે.


2. પ્રવિણ ચૌધરી
પત્રકારત્વ વિભાગ, માસ્ટર ઑફ જર્નાલિઝમ સ્ટડીઝ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
વિષયઃ ગુજરાતની વિચરતી-વિકસતી જાતિઓ
'ચરખા-ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ 2004' માટે પસંદગી પામ્યા પછી તેમણે ગુજરાતના નટબજાણિયા, વણજારા, વાદી-મદારી જેવી વિચરતી અને વિકસતી જાતિઓ વિશે અભ્યાસ કરવાનું પસંદ કર્યું. તેમણે કચ્છ જિલ્લાના ભચાઉ, પાટણ જિલ્લાના રાધનપુર અને અમદાવાદ જિલ્લામાં ફરીને આ જાતિઓ વિશે માહિતી એકઠી કરી છે.

3. સંજ્ઞા સોની
પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
વિષયઃ ગુજરાતના બાંધકામ મજૂરો
'ચરખા-ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ 2004' માટે પસંદગી પામ્યા પછી તેમણે ગુજરાતના બાંધકામ મજૂરો વિશે અભ્યાસ કરવાનું પસંદ કર્યું. આ અભ્યાસ માટે તેમણે ઝાબુઆ (મધ્ય પ્રદેશ), પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લાનાં ગામોની મુલાકાત લીધી. ઉપરાંત, અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દિવસો સુધી ફરીને બાંધકામ મજૂર કુટુંબો પાસેથી રસપ્રદ માહિતી એકઠી કરી છે. તેમના અભ્યાસ દરમ્યાન સમાજના સ્થાપિત હિતો દ્વારા તેમની કનડગત પણ થઈ હતી. તેમ છતાં, તેઓએ ખૂબ જ ખંતપૂર્વક આદિવાસી બાંધકામ મજૂરો વિશે ખૂબ જ માહિતી એકઠી કરી છે.


4. મિત્તલ પટેલ
પત્રકારત્વ વિભાગ, માસ્ટર ઑફ જર્નાલિઝમ સ્ટડીઝ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
વિષયઃ ગુજરાતના શેરડી કામદારો
'ચરખા-ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ 2004' માટે પસંદગી પામ્યા પછી તેમણે દક્ષિણ ગુજરાતના શેરડી કામદારો વિશે અભ્યાસ કરવાનું પસંદ કર્યું. સુરત જિલ્લાના જુદાજુદા ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈને શેરડી કામદારોના જીવન અને સંઘર્ષ વિશે તેમણે ખૂબ જ રસપ્રદ માહિતી મેળવી છે. શેરડી કામદારોનાં કુટુંબો સાથે અનેક મુશ્કેલીઓ વચ્ચે તેઓ રહ્યાં છે અને ખૂબ જ યાદગાર અનુભવોનું ભાથું મેળવ્યું છે. તેઓ શેરડી કામદારોની કરૂણ સ્થિતિથી ખૂબ જ વ્યથિત થયા છે અને તેમના માટે કંઈક કરી છુટવાની ભાવના ધરાવે છે.