ખેતમજૂરોનું લઘુતમ વેતન રૂ. 100 થયું

ગુજરાત સરકારે ખેતમજૂરો માટેનું લઘુતમ વેતન રૂ. 100 કરી દીધું છે. લઘુતમ વેતન અધિનિયમ 1948ની જોગવાઈ હેઠળ આ નવા વેતન દર નક્કી કરવામાં આવ્યા હોવાનું શ્રમ અને રોજગાર ખાતાએ જણાવ્યું હતું.

શ્રમ અને રોજગાર ખાતાની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે આ અંગે પ્રાથમિક જાહેરનામુ 19 એપ્રિલ, 2008ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ અંગેનાં વાંધાસૂચનો આવી ગયા પછી 17મી જુલાઈ પછી નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેના થકી ખેતમજૂરોનો દૈનિક વેતન દર રૂ. 100 નક્કી કરવામાં આવ્યો છે.

વિવિધ સમાચાર પત્રોમાંથી સાભાર